શ્રીદેવીએ જુવાન દેખાવા કરાવી હતી 29 સર્જરી, તો શું આ સર્જરી ના કારણે થયું છે મૃત્યુ ?

શ્રીદેવીએ જુવાન દેખાવા કરાવી હતી 29 સર્જરીતો શું આ સર્જરી ના કારણે થયું છે મૃત્યુ ?



પોતાના શાનદાર અભિનયથી કરોડો લોકોના દિલમાં રાજ કરનારી બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી. શનિવાર રાતે શ્રીદેવીનું દુબઈની હોટલમાં નિધન થઈ ગયું હતું. પરંતુ પોતાનું ધ્યાન રાખનારી શ્રીદેવી એકદમ ફીટ હતી. તેમણા છેલ્લા વીડિયોમાં પણ દેખાય છે કે તે એકદમ સ્વસ્થ હતી. પરંતુ સર્જરીને કારણે તેમણું નિધન થયું છે તેવું કેટલાંક રિપોર્ટનું કહેવું છે.

સૂત્રોના અનુસાર, પોતાને જુવાન રાખવા માટે શ્રીદેવી એન્ટી એજીંગ દવાઓ લેતી હતી. તેમજ તેમણે લગભગ 29 સર્જરી કરાવી છે. તેમાંથી એક સર્જરી બરાબર ન હતી થઈ, જેના કારણે શ્રીદેવીને તકલીફ સહન કરવી પડી હતી. સાઉથ કેલિફોનિયાનાં એક કોસ્મેટિક સર્જનની દેખ-રેખ હેઠળ શ્રીદેવી આ તકલીફોને ઓછી કરવા માટે છેલ્લા ઘણા સમયથી દવાઓ લઈ રહી હતી. તેને ડાયડ પિલ્સ કહેવામાં આવી રહી છે.

શ્રીદેવીએ પોતાના પેટની ચરબીને ઓછી કરવા માટે ટ્રીટમેન્ટ પણ કરાવી હતી. ચહેરાને જુવાન રાખવા માટે તે બોટોક્સનો ઉપયોગ કરતી હતી. છેલ્લે તેને લિપ સર્જરી કરાવી હતી. જો કે, આ વિશે હંમેશા તેમણે ના પાડી હતી. શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ અટેકથી થવાની પાછળ ડોક્ટરોએ કહ્યં કે, પોસ્ટ મોનોપોઝ પછી મહિલાઓમાં હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે.

શ્રીદેવી એક એવી અભિનેત્રી નથી કે જેને જુવાન દેખાવા માટે સર્જનીની મદદ લીધી હોય. આ લિસ્ટમાં કાજોલ, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, વાણી કપૂર. બિપાશા જેવી કેટલીક અભિનેત્રીઓ પણ શામેલ છે. તે પોતાના ભાણિયાનાં લગ્નમાં હાજરી આપવા માટે દુબઈ ગઈ હતી. અંતિમ સમયમાં અભિનેત્રી સાથે પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશી કપૂર પણ હતા. તેમણું આકસ્મિક અવસાન થવાને લીધે બોલિવૂડ સહિત સમગ્ર દેશમાં લોકોને આંચકો લાગ્યો છે.

Comments