એક પેસેન્જરે કરી એવી હરકત કે જેનાથી ઉડતા વિમાનમાં બીજા પેસેન્જર હેરાન-પરેશાન, જાણો પછી શું થયું?


એક પેસેન્જરે કરી એવી હરકત કે જેનાથી ઉડતા વિમાનમાં બીજા પેસેન્જર હેરાન-પરેશાન, જાણો પછી શું થયું?



તાજેતરમં દુબઇથી એમ્સટર્ડમ જઇ રહેલ ડચ એરલાઇનની ફ્લાઇટનું વિએનામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવું પડ્યું જ્યારે એક પેસેન્જરની વાછુટના લીધે બાકીના પેસેન્જર પરેશાન થઇ ગયા અને હવામાં જ લડાઇ શરૂ થઇ ગઇ. પેસેન્જરે કેટલાંય ન્યૂઝ રિપોર્ટ્સનો હવાલો આપતા વાછુટ રોકવાની ના પાડી દીધી.

આ ઘટના ટ્રાંસેવિયા એરલાઇન્સ એચવી6902 બજેટ ફલાઇટનો છે જ્યાં ડચના બે લોકોએ પોતાના સાથે કો-પેસેન્જરને લઇ આપત્તિ વ્યકત કરી જે ગેસની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં હતા. પરંતુ પોતાને કંટ્રોલ કરવાની કોશિષ કરી રહ્યાં નહોતા. પ્લેનના ક્રૂ મેમ્બરથી કેટલીય વખત ફરિયાદ કર્યા બાદ પણ શખ્સ વાછુટ કરી રહ્યો હતો.પેસેન્જર કોઇ બીમારીથી પીડિત હતો કે નહીં તે જાણી શકયા નહોતા. જો કે જ્યારે તેમને વાછુટ રોકવાની ના પાડી દો બંનેની વચ્ચે ઝઘડવા લાગ્યા. ત્યારબાદ પાયલટે વિએના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ રોકવાનો નિર્ણય લીધો.

પાયલટે પેસેન્જર્સના હંગામાની ફરિયાદ કરાઇ અને જેવું પ્લેન લેન્ડ થયું તો પોલીસ એરક્રાફ્ટની પાસે પહોંચી અને 4 લોકોને એરક્રાફ્ટમાંથી હટાવી દીધા. પોલીસ પ્રવકતાએ કહ્યું કે આ ઘનટા એક પેસેન્જરના લીધે થઇ જે હવા પાસ કરી રહ્યો હતો અને ફરિયાદ બાદ પણ પોતાને કાબૂમાં રાખવાની કોશિષ કરી રહ્યો નહોતો.

હાલ એ સ્પષ્ટતા થઇ નહોતી કે હવા પાસ કરનાર વ્યક્તિને શું થયું હતું પરંતુ તેમની સાથે બે મહિલાઓ જે એ લાઇનમાં જ બેઠી હતી, તેમને પણ ફ્લાઇટમાંથી બહાર કરી દેવાયા.



Comments