શ્રીદેવીનું મૃત્યું હાર્ટએટેકથી નહીં પરંતુ આના કારણે થયું , પોસ્ટમોર્ટમ દ્વારા થયો ખુલાસો


શ્રીદેવીનું મૃત્યું  હાર્ટએટેકથી નહીં પરંતુ આના કારણે થયું , પોસ્ટમોર્ટમ દ્વારા થયો ખુલાસો



બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું મોડી રાતે શનિવારે 54 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. તેમણે દુબઈથી 120 કિલોમીટર દૂર રાસ અલ ખૈલામાં પોતાના છેલ્લા શ્વવાસ લીધા હતા. ભારતીય દૂતાવાસને ફોરેન્સિક રિપોર્ટ આપવામાં આવ્યો છે.

શ્રીદેવીના મોતને લઇ કેટલાંય રહસ્યો ઘૂંટાતા રહ્યા છે. આ પહેલાં સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે શ્રીદેવીને હાર્ટ અટેક આવવાથી તેનું નિધન થયું છે. પરંતુ અત્યારે ગલ્ફ ન્યૂઝના હવાલે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શ્રીદેવીનું મોત ચક્કર આવતાં બાથટબમાં ડૂબી જવાથી થયું છે. 24 કલાકથી પણ વધુ સમય થઇ ગયો છે ત્યારે તેના મોતને લઇને જાત-જાતની અને ભાત-ભાતની વાતો થઇ રહી છે. ત્યારે આ એક નવો ખુલાસો સામે આવ્યો છે. તેમજ તેના રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. તેના શરીરમાં આલ્કોહલનું પ્રમાણ પણ રિપોર્ટમાં જણાવ્યું છે.
આની પહેલાં સૂત્રો દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે શ્રીદેવીનું નિધન હાર્ટ અટેક આવવાને કારણે થયું છે તેમજ ફોરેન્સિક તપાસ કરી રહેલા દુબઈના ડોક્ટરોને શ્રીદેવીના મોતનાં કારણમાં કંઈક સંદિગ્ધ વાત જોવા મળી રહી છે, તેવું પણ કેટલાંક રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું.

શ્રીદેવીના નશ્વર દેહનાં બધા રિપોર્ટ ભારતીય દૂતાવાસને સોંપવામાં આવ્યા છે. તે સિવાય ડેથ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. પોસ્ટમર્ટમની બધી જાણકારીને સીક્રેટ રાખવામાં આવી છે. પોલીસના અનુસાર ભારતીય દૂતાવાસની બધી પ્રોસેસ પૂરી કર્યા પછી નશ્વર દેહને ભારતમાં લાવવામાં આવશે. શ્રીદેવીના નશ્વર દેહને તેમણા ઘરે ભાગ્ય બંગ્લોમાં લાવવામાં આવશે, તેમણા ઘરને સફેદ ફૂલોથી સજાવામાં આવ્યું છે.

Comments